એક શિક્ષક
શિક્ષક તરીકે પોતાની જાતને શોધતી હતી,
વિદ્યાર્થીઓ તરીકે નવું દર્પણ મળી ગયું.
મારી તો થોડી વાતો જ હતી,
વિદ્યાર્થીઓ મળ્યા તો એ જ્ઞાન બની ગયું.
ફક્ત ખાલી હાથ હતા,
ચોક - ડસ્ટર નું પકડતા મેડમ થઈ જવાયું.
અધૂરું હતું જ્ઞાન મારું,
સંગમ તેમાં વિદ્યાર્થીના જ્ઞાનનો થયો પૂરું જણાયું.
ઉદાસ ચેહરો જે મારો હતો,
હાસ્ય બાળકનું જોઈ ચેહરો મારો હસતો જણાયો.
- vaja Nidhi H