ચાલ,એક એવા સુંદર નગરની શેર કરાવું,
જ્યાં ભાષાના આભૂષણોને હાથ કરાવું
નથી કોઈ ફરીયાદી અહીં,નથી કોઈ શોર,
ફરિયાદોની નદી ઓળંગી,શાંત ચિત કરાવું
ભાષાઓ ભેટી પડે છે, હેતને હિલોળે અહીં,
કાંટાળી કેડિયું પર મિત્રતાની માવજત બતાવું
'હીના'દર્દની દાસ્તાન એકવાર લખીતો જો,અહીં
અગાધ એવા મૌનની મસ્તીમાં ગરક કરાવું
_ હીના રામકબીર હરીયાણી
- Heena Ramkabir Hariyani