મતભેદ છે ને મનભેદ પણ છે
છતાં એકાકાર થઈ જવાય છે...
ને પ્રેમ કાયમ છે....
લાગણીઓ દુભાય પણ છે ને ઠલવાય પણ છે
છતાં નવી જન્મે છે
ને પ્રેમ કાયમ છે...
અપેક્ષાઓ રખાય પણ છે ને તુટે પણ છે
છતાં નથી છૂટતી
ને પ્રેમ કાયમ છે...
માન-અપમાન ને સ્વાભિમાન બધું જ છે
છતાં સન્માન છે
ને પ્રેમ કાયમ છે...
સપના બંધાય છે ને વેરાય પણ છે
છતાં નવા પણ જોવાય છે
ને પ્રેમ કાયમ છે...
હજારો ખામીઓ છે ને ભુલો પણ છે
છતાં ખુબીઓ પણ જોવાય છે...
ને પ્રેમ કાયમ છે....
ફરિયાદો છે ને ગેરસમજણ પણ છે...
છતાં મૌન પણ સમજાઈ જાય છે...
ને પ્રેમ કાયમ છે....
વારંવાર થાય છે ને વધતો જાય છે તમારાથી જ ....
એવો આ પ્રેમ
કાયમ છે ....!!❤️❤️❤️