મોદીજી ની અપીલ પછી સોનું ખરીદવાનું ઓછું થશે કે નહીં એ ખબર પડતી નથી પણ એક વાત ચોક્કસ. વૈશ્વિક સ્તરે બે કરન્સી વચ્ચેનો વિનિમય દર બેય દેશો પાસે સોનું કેટલું છે અને 1975 પછી ગલ્ફ દેશોના કેસમાં સોનાને સ્થાને ઇકોનોમી માટે અત્યંત જરૂરી એવાં પેટ્રોલ ડીઝલ કેટલું એ દેશના સોના, એની અવેજીમાં ડોલરમાં સામસામે લેતીદેતી કરી શકે છે એના પર છે.
મોટા ભાગના દેશોમાં ઘરમાં સોનું ઓછું હોય છે, સ્ત્રીઓ સોનું એટલું પહેરતી નથી . યુકે કે અમેરિકન સ્ત્રીઓના ફોટા જુઓ.
હું થાઈલેન્ડ ફરવા ગયેલો ત્યારે ક્યાંક મારા ગાઇડ જે શિક્ષક પણ હતા એણે મારી પત્નીની લાંબીવાળી વાળી સોનાની બુટ્ટીઓ અને સાથે એક યુપી નું કપલ, સ્ત્રીની જાડી સોનાની બંગડીઓ જોઈ કહેલું કે અહીં મુખ્ય મંદિરોમાં બુદ્ધને ગોલ્ડ પ્લેટિંગ કરે જે દેશની સંપત્તિ છે, બાકી સરકારની માલિકી સોનાના જથ્થાની હોય. એટલે જ ત્યાં બીજું કશું ન હોવા છતાં 2011 માં એક બાટ 2.25 રૂપિયા હતો. એથી ઊંધું હોવું જોઈએ છતાં.
એટલે અત્યારની સ્થિતિમાં તો ટ્રમ્પ દાદા હવાતિયાં મારી દીકરીને ખૂબ ઊંચે રાખવા બીજાને પાડીને કરશે જ. આપણે વધુ ન પડવા, ગ્રીસ ની જેમ દેવાદાર ન થવા ગોલ્ડ અને પેટ્રોલ પર કાબુ રાખવો જ પડશે.
મારો પુત્ર 15 વર્ષ બેંગલોર રહી એક વર્ષથી લંડન છે. કહે છે ત્યાં અહીંની જેમ કાર નથી લઈ શકાતી. એ સારી મોટી પોસ્ટ પર હોવા છતાં ટ્યુબ કે ત્યાંની લોકલ ટ્રેનોમાં જ મુસાફરી કરે છે.
જૂના વખતમાં, બે ત્રણ સદી અગાઉ સોનું મુશ્કેલી વખતે વેંચી પૈસા ઊભા થઈ શકતા. જમીન બધા પાસે વેંચી શકાય એટલી ન હોય ને વેંચવા અઘરી એટલે દેહ પરનું સોનું અજાણી જગ્યાએ પણ કામ આવતું. અત્યારે ડિજિટલ કરન્સી , હેલ્થ ઇન્સ્યોરન્સ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સના જમાનામાં એ રીતે સુરક્ષિતતા ની જરૂર નથી એટલે દેહ પર, ખાસ તો સ્ત્રી દેહ પર વીસ પચીસ ગ્રામ સોનું ચડાવો એવું જરૂર નથી.
નવાં પરણતાં યુગલોને પણ સોનુ કરવાને બદલે ઘર લેવા માં આંશિક ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ જ આપી શકાય. બેયનો જીવન અને હેલ્થ વીમો મોટી રકમનો લઈ શકાય. એ સોનુ જે કરતું એ જ કામ કરશે.
તો સોનું સાચે જ ન લઈએ, જોઈએ કે બીજી કરન્સી, ખાસ તો ડોલર સામે ક્યાં રહી શકીએ છીએ.