Gujarati Quote in Poem by Dr. Sagar Vekariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"માં"
(રાગ-કાળજાનો કટકો- સુની પરીયો સાંચરૂખે ગુમસુમ ગુમસુમ સપના...)

દેજે માડી આશિષ એવા, બનું હું તારો લાડકો,
વ્હાલપનો એ મીઠો ટહુકો, યાદ મને બહુ આવતો.

સાજો માંદો હોઉં હું જ્યારે, કરે મારી સંભાળ જો,
આયખું આખું આપી દઉં તોયે, રહે માથે ઋણ જો.

કરી એવી કાળજી તે તો, બનાવ્યો બહાદુર બાળ જો,
સેવા તારી કરું સદાયે, આવે નહિ કોઈ આણ જો.

દરિયા જેવડું દિલ છે તારું, કર્યા છે હમેશ માફ જો,
ભૂલો ના થાયે માડી હવેથી,એવા તે આશિષ આપજો.

જાળવું કુળની આબરૂ, ના આવે ઉની આંચ જો,
માં માં કરી વિનવું માડી, હું છું તારો બાળ જો.

સત્યમાર્ગ પર અડગ રહી, રહું હું હમેશ ચાલતો,
સાગર કહે એ આશિષ દેજે, બનું હું તારો લાડકો.
    
                        -સાગર સગુણાબેન વેકરીયા

Gujarati Poem by Dr. Sagar Vekariya : 112006590
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now