ચાલ આજે તારી સામે કબૂલ કરું છું.
હું પણ તને ક્યારેક આમ જ જોઈ રહેવાની ભૂલ કરું છું.
ખબર નહી ક્યારથી આદત બની છે મારી,
મારી આ આદત મને પણ બહું ગમે છે એ કબૂલ કરું છું.
તારા સામે જોવા પર હું નજર છુપાવી લઉં છું,
ક્યાંક સ્મિત આપીને આંખોની પાપણ નમાવી દઉં છું.
કયારેક તો આંખો મળી જતાં તને જોયાં જ કરું છું.
પ્રથમ મળેલા એ વાતને વિચારીને દિવસ પસાર કરું છું.
કારણ તો પૂછીશ તો જવાબ નહી આપી શકું,
તને ના મળું તો 'શું થયું હશે?' એ વિચાર-વમળ કરુ છું.
એકવાર આવ્યાં પછી જવાનો વિચાર ના આવે,
દિલના બાગમાં તારા માટે મસ્ત ગુલાબ ને કમળ કરું છું.
તારી માટે મારી જોડે ઘણી સોગાદો છે.
સમયથી છૂટા પડેલા ઘૂંઘરુંને પરોવીને તારું નૂપુર કરું છું.
ક્યારેક હું જતાવી ના શકું તો યાદ રાખજે,
બસ, પ્રેમ તો તને ખબર જ છે ને હું તને ભરપૂર કરું છું.
-તેજસ