ગુજરાત છે.....આ અમારું ગુજરાત છે.
અભણના મુખે ઈતિહાસ છે, ગામડું ગજવે નગરને,
સમય આવે પોતીકો કરે , આ ગુજરાત છે
આનંદ હિલ્લોળ કેરા, ગરીબી માં નારા છે,
આશીર્વાદ આપે 'અજાણ્યા, ભરી ભરીને, આ ગુજરાત છે.
ઉમંગ ઉત્સાહ એજ અનેરો તહેવાર છે,
હાવજ ઉભો હામે, ભગાવે ત્રાડ થી, આ ગુજરાત છે.
દીધો દિલથી દાનમાં, શણગારી ને હાથી,
હ્દયફલક માં રજવાડું કરે રાજ, આ ગુજરાત છે
મોટપ આવે મીટ માંડે, પ્રેમ એની ભાષા છે,
આણો આપે ચુમીઓ ભરીને, આ ગુજરાત છે.
દીકરી પારકી થાપણ,ને બાપની પાઘડી છે,
પાંચીયામા ખજાનો અને, આપે આંખ કેરા મોતી, આ- ગુજરાત છે.
જય દ્વારકેશ, બોલાવે 'યુ જય વિશ્વતાતની,
સ્વર્ણ અક્ષરે લખી ગુણવંતી યશગાથા, આ ગુજરાત છે
અતિથીએ આવકાર, માણસે જગવે માનસાઈ,
નીકળે રાડ આજેય, પાળીયા ઉભા થાય છે, આ અમારું ગુજરાત છે