હૃદય ❤️


મારે પણ ગઝલ લખવી છે હૃદયની વાત કરવી છે

સંવેદનાઓએ રૂજુતા છોડી ને કઠોરતા ધરી છે
શબ્દો એ પણ સાથ આપીને હામી ભરી છે

શોધું છું એ બાળપણનો મસ્તીભર્યો કલશોર
શોધું છું યુવાનીની એ પ્રેમસભર વાણી

સંતાઈ છે ક્યાંક રોમાંચક શબ્દોની એ સરવાણી
બુઠ્ઠી સંવેદનાઓએ ખોઈ છે લાગણીઓની વાણી

આંસુ પણ પાંપણે આવી પાછા વળી જાય છે
લાગણીઓની હાજરી બખૂબી છુપાવી જાય છે

મારે પણ ગઝલ લખવી છે હૃદયની વાત કરવી છે

'અનામિકા'

Gujarati Poem by Sangita Soni ’Anamika’ : 111906583
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now