તારી લાગણીના દરિયામાંથી
બસ નાનકડી તલાવડી માંગુ છું
તારા જીવનની ઘણી યાદોમાંથી
મારી સાથેના તારા યાદગાર પલ માંગુ છુ,
મારા સુખ-દુઃખ તને દિલ ખોલીને કહી શકુ , બસ એટલો હક માંગુ છુ,
ક્યાંક ભવિષ્યમાં મળે તો તને જોઈને, નાનકડી સ્મિત આપી શકુ એટલી પરવાનગી માંગુ છુ,
તારા દિલના ખૂણા- ખાંચેકે મારી માટે થોડીક જગ્યા માંગુ છુ
બસ તારી જોડે આટલું જ માંગુ છું. :- Nidhi 🦋✨❤️