તમે માનશો? બેંગલોર થી આવે બે મહિના થયા, માંડ પાંચ હજાર કેશમાં ઘર ચાલ્યું!
કોઈ અલ્લાદીન નો ચિરાગ નહીં, ન જ ચાલે તે સિવાય UPI.
2019 માં મારી વાર્તા ડિજિટલ દખડાં વાંચી હશે જેમાં એક યુવતી છુટા પૈસા ન અભાવે હેરાન થાય છે. એ બેંગલોર ની વાત હતી. આજે ચાર વર્ષ પછી અમદાવાદમાં પણ, શાકવાળા, પેટ્રોલ પંપ, ગ્રોસરી સ્ટોર, મેડિકલ સ્ટોર, સ્કૂટર મિકેનિક અને હવે તો પોસ્ટ ઓફિસો પણ ડિજિટલ પેમેન્ટ લે છે.
તમારે એક વાર જોઈતી એપ જેવી કે BHIM UPI, પે ટીએમ, ગૂગલ પે, ફોન પે જેવી એપ મોબાઈલમાં નાખવાની. તમારો એકાઉન્ટ હવે તો KYC કરો એટલે ફોન નંબર સાથે લિંક હોય જ. એ નંબર અને એકાઉન્ટ નંબર આપવાનો. પ્રાથમિક વેરીફીકેશન બાદ allow app to access camera ઓન કરવાનું. તમારો એપ ખોલવાનો અને પેમેન્ટ નો પિન સેટ કરવાનો. ખરીદો ત્યાં સ્કેન કરી પેમેન્ટ. તમારે પિન નાંખવાનો અને લીલી ટિક કે પેમેન્ટ સક્સેસફૂલ!
બે ત્રણ ડોકટરો એવા મળ્યા કે જે કન્સલ્ટ ફી પેટે ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા ન હતા. બાકી મોચી, ફુલવાળો, વચ્ચેથી પૈસા માગતી કામવાળી ને એવા કેસ સિવાય અમે બન્નેએ બે મહિનામાં ભાગ્યે જ હાર્ડ કેશ આપી હશે.
સારું, છૂટાની કોઈ તકલીફ નહીં અને કોને ક્યારે આપ્યા એનો રેકોર્ડ પણ રહે.
આ રવિવારે જ શ્રી. સંજય ચૌધરી ની બુક ગિરનાર એક મિત્ર પાસેથી ખરીદી. 135 રૂ. બસો આપું તો તેઓ 65 ક્યાંથી ત્યાં ઉભે આપે? મારી જેવા બીજા પણ હોય. ત્યાં જ ઊભાં પેટીએમ મિત્રના ખાતામાં કર્યું.
દવાની દુકાનમાં બિલ 247, 682 વગેરે odd એમાઉન્ટ નું થાય. ત્યાં તો આ જ. રેસ્ટોરાંમાં ટીપ પૂરતી કેશ બાકી બિલ ડિજિટલ થી.
એક ઢોસાવાળાને ત્યાં શ્રીમતીએ સ્કેન કરી પેમેન્ટ કર્યું. બાજુમાં ઊભેલી કન્યા આંખો ફાડી જોઈ રહી. ખે "વાહ, આંટી, તમને ડિજિટલ પેમેન્ટ ફાવે છે?" આંટી ધોબી, શાકવાળા અને ઘર પાસેના મોદીને ડિજિટલ પેમેન્ટ જ કરે છે. હવે તો કામવાળીએ પણ પોતાનો ખાતા નંબર આપ્યો એમાં પગાર જમા કરીએ છીએ. કાર ધોવા વાળો પણ એના ફોન નંબર પર પેમેન્ટ લે છે. ઘરનું ચડેલું બારણું છોલવા આવતો સુથાર, પંખો રિપેર કરવા આવતો ઈલેક્ટ્રીશીયન, નવરાત્રી માટે ફ્ટપથ પર ચણીયા ચોળી વેંચતી દેવીપૂજક આ બધાએ ડિજિટલ પેમેન્ટ સ્વીકાર્યું.
મારા સતત બે મહિનાના અનુભવ પરથી કહું છું કે ડિજિટલ વૉલેટ ઘણું સુવિધા ભર્યું છે. હા, એમાં લિંક account માં જરૂર પૂરતા રાખવા અમુક મિત્રો કહે છે. ખાસ ઓળખીતા સિવાય સ્કેન કોડ કોઈને ધરવો નહીં, વોટ્સેપ પર દૂર તો ન મોકલવો. આવી થોડી તકેદારી રાખીએ તો નવી સુવિધા બધાને અનુકૂળ રહે.
કચ્છી નાગર મંડળે એના દરેક પ્રોગ્રામમાં પૈસા ભરવા બેંક એકાઉન્ટ નંબર જ આપી દીધેલો અને ત્યાં તો બધા વ્યવસાયી છે, મોડી રાત સુધી વ્યસ્ત હોય. ત્યાં લગભગ સો ટકા આ રીતે એકાઉન્ટ માં ભરી મિત્રો ભાગ લે છે એ જોઈ છેલ્લા બે પ્રોગ્રામ થી બોપલ નાગર મંડળ માં અમે આ શરૂ કરેલું. ગયા પાટોત્સવ વખતે ઘણા ખરાએ સીધા એકાઉન્ટમાં ભરેલા અને અમે પ્રોગ્રામ પત્યા પછી હોલ વાળા કમ કેટરર ને સ્કેન કરી પેમેન્ટ કરેલું. છવીસ હજાર જેવું.
દિવસે દિવસે સુવિધાઓ ઊભી થતી જાય છે. શરૂમાં ન ફાવે, ડર લાગે પણ શરૂ થઈ જઈએ એટલે બધું સામાન્ય થઈ જાય.