" ગરમા ગરમ વાત "
( ગઝલ )
ગરમા ગરમ વાત ચાલી છે જુઓ.
ફરતો બધે આ મવાલી છે જુઓ.
આવ્યો હતો એમ એ પાછો ગયો;
છેલ્લે જતાં હાથ ખાલી છે જુઓ.
ચોડી નિશાની બરાબરની ભલા;
આ હોઠ પર આજ લાલી છે જુઓ.
બલિદાનમાં ક્યાંય આગળ ના કરો;
આ જિંદગી બહુ વ્હાલી છે જુઓ.
Bન્દાસ સારો નથી માણસ જરા;
બસ એક એ વાત ઝાલી છે જુઓ.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : ગાગાલગા + ગાલગાગા + ગાલગા