રચના ..માથું...મનજી મનરવ.
તનની એ શોભામાં ધડ પર માથું,
તનનું કાર્યાલય સંભાળે છે માંથી.
માથું છે તો શીર મોર કહેશુ સદા,
માથા વિનાના ખમીસને ન હોય માથું.
સંજીવની સરવાણી એટલે જ વહે.
તન્ ના એ મુકુટને શોભાવે છે માથુ,
એટલે કહેશું માથું ખામાને ભાઈ,
સાવ માથા વિનાનો હોય તોય માથું.
ક્યાં કોઈ હોય છે માથા વિનાનો.?
સજીવ ચેતનાનું સંચાલન છે માથું.
અવતરશુ પુરા તનથી સંસારમાં.
જન્મથી મૃત્યુ સુધી માથે છે માથું.
માથા વિના ન કશું જીવનમાં.
મનરવ ને મળે કોય તો કાઢે માથું.
કવિતા