Gujarati Quote in Motivational by Bhanuben Prajapati

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રીને એક મહાન અસ્તિત્વ ધરાવતી મહાન નારી કહેવામાં આવે છે. ઘણા લોકો સ્ત્રીના અસ્તિત્વને મિટાવી દેવાનો પ્રયત્ન કરે છે. તેને તુચ્છ ગણે છે ઘણા તો કહે છે કે' સ્ત્રીની બુદ્ધિ એટલે પગની પાની ' પરંતુ ખરેખર એ સ્ત્રીનું અપમાન છે. સ્ત્રી એક મહાન શક્તિ ધરાવતી દુર્ગાનો અવતાર છે. સ્ત્રીમાં સરસ્વતી પોતાના જીભ પર વરેલી છે. સ્ત્રીમાં મહાકાળીનું અદ્ભુત અસ્તિત્વ છે. સ્ત્રી એક લક્ષ્મીનો મહાન અવતાર છે.

ઘણા લોકોમાં વધારે દીકરીનો જન્મ થાય ત્યારે કહે છે કે મારા ઘરે તો હજુ દીકરો જન્મ્યો નથી પરંતુ શું દીકરીએ દીકરાની ફરજ નથી પૂરી કરી શકતી! તમે દીકરી અને દીકરાને સમાન અસ્તિત્વ અને અધિકાર આપો તમારી દીકરી તમારો દીકરો બનીને તમારી ઈજ્જત અને આબરૂને દુનિયા વચ્ચે મહાન ઉચ્ચ હોદ્દો ધારણ કરાવશે. તમે દુનિયાને કહી શકશો કે આ મારી દીકરી છે હું એમ નથી કહેતી કે દીકરાનું મહત્વ નથી. દીકરો પણ કુળદીપક છે. તો દીકરી બે કુળ તારનારી એક મહાન અસ્તિત્વ ધરાવતી સ્ત્રી છે. સ્ત્રી તુલસીનો ક્યારો છે કે જેની ખુશ્બુ ચારેબાજુ ફેલાયેલી છે. ગુલાબમાં જેમ તેની ચારે બાજુ છે તેવી રીતે સ્ત્રી પોતાના હૃદયમાંથી મમતાભર્યા લાગણીના અનહદ પ્રેમ પત્ની ની વફાદારી દાદી અને નાની ના પ્રેમ ભરી અઢળક વાર્તાઓ આ બધું ન શાવર કરતી એક સ્ત્રી છે સ્ત્રી કોઈ વસ્તુ નથી કે તેની કિંમત આંકી શકાય સ્ત્રી ની કિંમત તો સ્વર્ગમાં દેવતાઓ પણ ન કરી શકે તો આપણે તો એક જ છે માનવી એ સ્ત્રીને હંમેશા એક શક્તિ માનીને તેના અસ્તિત્વને ચારે બાજુ ફેલાવી સ્ત્રીને ક્યારેય સામાન્ય ગણવી જોઈએ સ્ત્રીને એક દુર્ગા ગણીને તેનું પૂજન કરવું જોઈએ જેના ઘરમાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને જગદંબા ગણીને જ સ્થાન આપવામાં આવે તે ઘરનું સ્થાન ક્યારેય નીચું રહેતો નથી હંમેશા સ્ત્રી એક માં, બેટી ,પત્ની ઘણા બધા સ્વરૂપ ધરાવે છે અને તમામ સ્વરૂપોમાં પોતાના અસ્તિત્વને ફેલાવે છે સ્ત્રીનું અસ્તિત્વ આંખો ખૂબ એક અશક્ય બાબત છે હંમેશા સ્ત્રી ને માન આપો અને તેનું પૂજન કરો..


પ્રજાપતિ ભાનુબેન બી"સરિતા"

વડસ્મા

Gujarati Motivational by Bhanuben Prajapati : 111897207
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now