Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હશે તો ચાલશે,

જીવવા એક ક્ષણ હશે તો ચાલશે,
એ મળે ત્યાં રણ હશે તો ચાલશે.

માન તારું સાચવીને આવશે,
ભાર માથે મણ હશે તો ચાલશે

કેટલીયે વાર નામો જયાં લીધાં,
માત્ર ત્યાં સ્મરણ હશે તો ચાલશે

ચુંદડી ઓઢેલી રાતી આખરી
એજ તો ખાપણ હશે તો ચાલશે.

રોજ દાણા નાખશે એ આંગણે
ઝાડ નીચે ચણ હશે તો ચાલશે .

રૂપિયા તો મેલ છે હાથનો તો,
હાથમાં ત્યાં ખણ હશે તો ચાલશે.

પાડ માનું રોજ તારો એ ખુદા,
ઉપકારો પણ હશે તો ચાલશે.

એકલાનું ધ્યાન કરતાં આપણે,
કૃષ્ણ સાથે ધણ હશે તો ચાલશે.

ચાલ છોડી દે બધું કાજલ હવે,
સાથ એ ધડપણ હશે તો ચાલશે.©
ગાલગાગા ગાલગાગા ગાલગા

કાજલ
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111895435
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now