શબ્દો ની અછત
કેહવા બેસું તો. .. ..
વાતો તમારી છે કઈ આમ અજબ ગજબ
કેહવા બેસું તો શબ્દોની અછત લાગે ....
દિલ ની વાતો દિલ ને જ કેહવા દો
હું કહીશ તો કંઈક અજીબ લાગશે...
ડર છે તમને ખોવાનો કેવો મને
કેહવા બેસું તો તમને અહેસાસ ખોટો લાગે....
સમજાય તો સમઝો આ નાની વાત મા
કેહવા બેસું તો ઘણી લાંબી લાગશે....
કંઈક કમી છે તમારી આમ જિંદગી માં
હું પુરવા બેસું કમી તો જિંદગીને ખોટું લાગે....
તમારા વિના આ સપના અધૂરા લાગે
હું કેહવા બેસું તો તમને ખોટું લાગે...
વાતો તમારી છે કઈ આમ અજબ ગજબ
હું કેહવા બેસું તો શબ્દો ની અછત લાગે.....
- અનંત
રિતેશ અગ્રાવત