# teachersday#5september
વર્ગખંડમાં મોસ્ટ વોન્ટેડ ગણાતો અને છેલ્લી પાટલીએ બેસતો વિદ્યાર્થી, જેને આખી શાળા માથે લીધી હોય, જેની ફરિયાદોનું લીસ્ટ એના રીઝલ્ટ કરતાં મોટું હોય...
એ નંગ પાસે શું આવડત છે ? એ પારખી શકે.
અને એ તમારાં લેક્ચરની રાહ જોતો થઈ જાય ને એક શિક્ષક તરીકે તમે એને પ્રેમથી જીતી શકો.. ત્યારે સમજવું કે એક શિક્ષક તરીકે તમે સફળ થયાં.
કેમ કે હોશિયાર અને આઇડીયલ સ્ટુડન્ટને તમારા લેક્ચરમાં રસ પડે એ કદાચ સહેલી વાત છે પરંતુ મોસ્ટ વોન્ટેડ બેક બેન્ચર્સને પણ ભણવામાં રસ જગાડવો એ કપરી વાત છે.
મેં મારા જીવનમાં એવા ઘણા શિક્ષકો જોયા છે. જે આવા વોન્ટેડ ગણાતા વિદ્યાર્થીઓના આદર્શ બની એના જીવનને એક સાચો રાહ દેખાડયો હોય. એને સફળતાની ટોચ સુધી પહોંચાડવામાં ખૂબ કાર્યગત નીવડ્યા હોય.