ખ્વાબ તો દે
જગાડમાં હવે, છે ઊંઘ મીઠી ખ્વાબ તો દે
નજીક આવ અને સ્વપ્નની ત્યાં છાબ તો દે.
અગાઉ ચાલ તમે ચાલી એની વાત ના કર,
સલામ ઠોક હવે, થોડુ માન સાબ તો દે.
સમાન રાખ નજર તારી, વાત થાય તો કર,
કરેલ કોશિશ નાકામ થાય દાબ તો દે.
સજાવ ઢાલ અહીં રોજ સામે હોય એની,
કદાચ એમ ફરક જો પડે હિસાબ તો દે.
ચહેરો ઢાકી ફરે આળખાય કેમ બોલો?
બહાર આમ ખૂલે મોઢે? દે હિજાબ તો દે.
બિમાર આજ પડી જાય મનથી આખરે ત્યાં,
જરૂરિયાત ઘણી ઓછી, થોડી રાબ તો દે.
જરાક ખ્યાતિ મળે ત્યાં જ ગર્વ થાય એનો,
ઝક્કાશ બોલી હવે માત્ર એ ખિતાબ તો દે.©
લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ