" છોકરી "
( ગઝલ )
રાહમાં રોજે મળે છે છોકરી.
એકલી એ નીકળે છે છોકરી.
જિંદગી દીપી ઉઠે મારી ઘણી;
રોજ બોલો ઝળહળે છે છોકરી.
કોઇ હિંમત ના તમે હારો કદી;
વાત કરતાં દુઃખ દળે છે છોકરી.
બીક એને લાગતી ના કોઇની;
જોઇ પાછી ના વળે છે છોકરી.
ચાંદની ખીલી ઘણી રાતે જુઓ;
એ યુવાનીમાં ઢળે છે છોકરી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા × ૦૨ + ગાલગા