" જરા ત્યાં સુધી "
( ગઝલ )
તમે સાથ આપો જરા ત્યાં સુધી.
કે દેખાય આ વાદળા ત્યાં સુધી.
મને છે ભરોશો મટી એ જશે;
મટે ના લગાવો દવા ત્યાં સુધી.
જનમને જનમ છૂટશે સાથ ના;
સદા બસ વચન પાળવા ત્યાં સુધી.
ખબર છે બધા કામ પૂરા થશે;
ભરી છે હૃદયમાં હવા ત્યાં સુધી.
અમારી જુઓ જિંદગી આટલી;
શરમથી નયન ઢાળવા ત્યાં સુધી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા*
છંદ : મુતકારીબ = લગાગા × ૦૩ + લગા