મળે છે મફતમાં
આ હવા મળે છે મફતમાં નથી કદર તને એની ,
ચૂકવે નાણાં હોસ્પિટલમાં ત્યારે જાણે કિંમત કેટલી હવાની.
આ વર્ષા જલ મળે છે મફતમાં નથી કદર તને એની,
ચૂકવે નાણાં જ્યારે શહેરમાં જાણે ત્યારે કિંમત પાણીની.
આ સૂર્યનો પ્રકાશ મળે છે મફતમાં નથી કદર તને એની,
ચૂકવે નાણા જ્યારે પ્રકાશના શહેરમાં જાણે કિંમત અજવાળાની.
આ ધરતીથી અન્ન મળે છે મફતમાં નથી કદર તને એની,
ચૂકવે નાણાં જ્યારે અન્ન ના શહેરમાં કિંમત સમજાય ત્યારે ધરતીની.
કહે નર માત પિતા નો પ્રેમ મળેછે મફતમાં નથી કદર તને એની,
શહેરમાં મુંજાય છે માત પિતા ચૂકવે કેટલી કિંમત એના પ્રેમની.
નર
નારાણજી જાડેજા
ગામ ગઢશીશા હાલ મુન્દ્રા