એ આવ્યા હોત તો મારે એને મયપાન કરાવું હતું,
ને મહોબત શુ છે એનું પણ એને ભાન કરાવું હતું.
ચહેરા અનેક છે મારા આ લખાણની આજુબાજુ,
એ ખાસ હતા, દિલમાં એનું સન્માન કરાવું હતું.
દાયકાઓ વીતી ગયા છે, પાંપણો પર ભાર ઉઠાવી,
થોડી ક્ષણો સુખની મળે તેથી તેનું દાન કરાવું હતું.
ભૂલથી બોલાય ગયું, " મારા જેવી ખુશી તમને મળે,
એ અપાય ગયો શ્રાપ, તેનું હવે વરદાન કરાવું હતું.
તકલીફ થશે થોડી, પણ ઉપચાર પણ થશે ઉત્તમ,
ચોપેલાં વિષ બીજનું અમૃતમય ધાન કરાવું હતું.
દિવસે ને દિવસે વધતી જાય છે ઇમારત નફરતની,
બધી કરવી હતી ધરાશાય, ત્યાં ચોગાન કરાવું હતું.
પછી ત્યાં મહેકી ઉઠેત એકતા અને ભાઈચારના ફૂલ,
મનોજ વેરના બનેલા વનને, બાગબાન કરાવું હતું.
મનોજ સંતોકી માનસ