" જિંદગી "
( ગઝલ )
નકામી ન લાગે સરસ જિંદગી.
બુઝાતી ન ક્યારે તરસ જિંદગી.
ક્ષણોમાં સમાતી જતી હોય છે;
ચલાવો તમે તો વરસ જિંદગી.
નિશ્રામાં તમારી રહ્યો રોજ હું;
નશો કાયમી છે ચરસ જિંદગી.
વધારે ગમો છો તમો એટલે;
તમે આભ લાગો ફરસ જિંદગી.
સદા રોજ Bન્દાસ સામે જતો;
તમે લાગતા આમ રસ જિંદગી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૩ + લગા