એ હતી હમણાં સાથે...
એ હતી હમણાં સાથે, ને જો ખોવાઈ ગઈ,
વાત હતી એની જ,હવે જો ને વિસરાઈ ગઈ,
ઘ...ણું હતું યાદ અને ઘ...ણું ભૂલી જવું હતું
કહેવું નહોતી જે વાત એ એમને કહેવાઈ ગઈ
એ હતી હમણાં સાથે, ને જો ખોવાઈ ગઈ,
વાત હતી એની જ, હવે જો ને વિસરાઈ ગઈ.
બેઠાતા સાથે જ્યાં એક જ બાંકડે,
કરતાતા વાતો સમય જ્યાં જ્યાં મળે,
'હું છું ને સાથે' એવું ખોટું વચન દઈ ગઈ,
આંખ સામે જ વાસ્તવિકતા સ્વપ્ન થઈ ગઈ.
એ હતી હમણાં સાથે ને જો ખોવાઈ ગઈ,
વાત હતી એની જ હવે જો ને વિસરાઈ ગઈ.
આજેય મળે છે એવા જ સ્મિત સાથે,
વાતો પણ કરે છે જૂની મજાની રીત સાથે,
આજેય હું ગાંડો સમજું કે 'એ મારી થઈ ગઈ'.
ખબર જ ન પડી કે ક્યારે કિસ્મત રમત રમી ગઈ,
એ હતી હમણાં સાથે, ને જો ખોવાઈ ગઈ,
વાત હતી એની જ હવે જો ને વિસરાઈ ગઈ.
અશોક ઉપાઘ્યાય
04/02/23