*,,,,તુ યાદ આવી જાય છે,,,,*
______________________________
કાગળના કોરા પાના પર, સાહીથી લખેલા શબ્દોમાં ,
અને કવિતાના છંદોમાં,
*તુ યાદ આવી જાય છે.*
ભીના હૃદયના ભાવમાં, આંખોથી ખરેલા આસુમાં,
જયારે તુ સમાય જાય છે, ત્યારે
*તુ યાદ આવી જાય છે.*
ગુલાબના ફુલોમા, અને કંટકોના ભારમાં મહેકતી
સુવાસ બની તુ આવી જાય છે, ત્યારે
*તુ યાદ આવી જાય છે.*
લૂપા - છૂપી રમતા તુ છુપાઇ જાય છે, અને મુજ દાવમાં આજ સુધી મળતી નથી ત્યારે
*તુ યાદ આવી જાય છે.*
લગ્નના ફેરા વખતે સદા હું આગળ રહ્યો, પણ
જીવનની ગતિમાં તુ પહેલી વિદાય થઇ જાય છે ત્યારે
*તુ યાદ આવી જાય છે...*
*- જયવંત બગડીયા / કવિરાજ*