એ અનામત છે અબોલ માટે ત્યાં ઘર ન કર,
મુજ ગરીબને આંસુ આપી તું તવંગર ન કર.
એમના વિચારોમાં મને દુર્ગંધ આવી રહી છે,
ખાબોચિયું છે એ ગંદકીનું એને સમંદર ન કર.
આ ટોળાશાહીના લોકોને લોકતંત્ર જોઈએ,
બે નથી સારા કામ એવા ને તું અમર ન કર.
યુવાનોને મળી છે આઝાદી રંગીન ક્રાંતિની,
જાતિવાદના નારા બોલી ગંદા અધર ન કર.
એ હમણાં પ્રખ્યાત છે, એવું સાંભળ્યું છે મેં,
સિંહ છે એ ફેસબુકમાં, એને સિકંદર ન કર.
નશામાં ધૂત હતા અને એ મરી ગયા અહીં,
ને એવા બેવડા માટે શહીદીની મજાર ન કર.
લડ્યા છીએ અમે અન્યાય સામે દિવસ રાત,
ઓહ દોસ્ત તું મનોજની આમ મત્સર ન કર.
મનોજ સંતોકી માનસ