કરી મહેનત રાત દિવસ, અંતે આંસુ મળ્યા છે,
ગરીબ માતા પિતાના સપના દૂધમાં મળ્યા છે.
શુ તમને લાગે છે માત્ર એક પેપર જ ફૂટ્યું છે?
દીકરા ને ભણાવવા બાપે ઘર ગીરવે મૂક્યું છે.
યુવાશક્તિ દેશમાં યુવાન બેરોજગાર મળ્યા છે...
ક્યાં ગયા એ ધર્મના ઠેકેદારો જે ધર્મ માટે લડે,
હિન્દૂના જ દીકરા છે, ન્યાય માટે શું અનશન કરે?
સમાજના કથિત સેવકો પણ, નેતામાં ભળ્યા છે.
ચૂંટણી સમયે જે કરે છે વિનંતી મત આપવાની,
શુ નથી દેખાતી તેમને બેરોજગાર ફરતી જવાની?
ચૂપ એ બેસી રહે છે કારણ કે તેના મોટા ફળિયા છે.
બતાવો કયો નેતાનો પુત્ર સ્પર્ધાત્મક પરીક્ષા આપે,
શુ આ ધર્મના રક્ષકો ખુદના ઘરમાં જ આગ ચાપે?
મનોજ આ સેવકો ને ઠેકેદારો નેતાઓના તળિયા છે...
મનોજ સંતોકી માનસ