" આવો તમે તો "
( ગઝલ )
મહેંકી ઊઠે બાગ આવો તમે તો.
પ્રલય આગ લાગે લગાવો તમે તો.
ખરી ના પડે ફૂલ ક્યારે કદી પણ;
હસીને રહે બસ હસાવો તમે તો.
તમે આવશો એમ ભમરો કહે છે;
ઘણાં આજ નાચે નચાવો તમે તો.
દિશા પણ ફરી જાય હુકમ કરો તો;
કરે કામ કો' પણ બતાવો તમે તો.
પ્રણય રોજ Bન્દાસ થાતો જવાનો;
બધા રોજ સપના સજાવો તમે તો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪