કરો મજૂરી દિવસ રાત તમે, પેપર તો ફૂટવાના જ છે,
ને આપણે આવા જ ફુટેલ નેતાઓને ચૂંટવાના જ છે.
આપી બહુમત બહોળો, કર્યું એ હવે ભોગવવું પડશે,
આપી છે તમે જ પીઠ, તો આ દર્દ ને સહેવવું પડશે.
લૂંટારાને બનાવ્યા છે નાયક, હવે એ લૂંટવાના જ છે...
ભણેલાથી ન ભાગ્યું એક તણખલું, નેતા પેપર ફોડે,
આ એ જ પ્રજા છે જે ચૂંટણી સમયે નેતા નેતા બોલે.
ગમાર નેતાઓ ભવિષ્ય પર પ્રતિબંધ મુકવાના જ છે...
હોઈ જગ્યા હજારની લાખોમાં આવેદન ભરાય છે,
લાખો આવેદન એ ભારતની બેરોજગારી દેખાય છે.
નેતાઓ દીકરા દીકરીને વિદેશ ભણવા મુકવાના જ છે...
ખુલી આંખે જોયેલા સપના, ફુટેલ પેપરે તોડ્યા છે,
એક અવાજ ન આવ્યો, ગુલામીના લેબલ ચોડયા છે.
મનોજ અન્યાયના દર્દથી હવે મોત સાથે છૂટવાના જ છે...
મનોજ સંતોકી માનસ