Gujarati Quote in Jokes by Dinesh Parmar

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કમુરતા ગયા એટલે હવે કેટલાક લોકો નાં સ્ટેટસ માં આવું જોવા મળશે....
"કે વાંચી કંકોત્રી અને વાગ્યો દિલ ને ઝટકો
બીજા હારે પરણે મારો કાળજાં નો કટકો"

શિક્ષક : બોલ ભુરા , "ડબલ એન્જીન" ની સરકાર કોને કહેવાય ?
ભુરો : ઘરનો વહિવટ પત્ની કરતી હોય અને હારે સાસુનું માર્ગદર્શન અને સહાય મળતી હોય એ !

એક Boyfriend ની દુવા સાસરે તું ખુશ રહેજે અને પિયરે આવ ત્યારે ટચ માં રહેજે.

પતિ : ધાર કે હું મરી જાઉ તો?
પત્ની : આવું ના બોલો, તમને ખબર છેને કાળી સાડીમાં હું જરા પણ સારી નથી લાગતી.

લગ્નના ઘણા સમય બાદ શીલા અને રીનાની અચાનક મુલાકાત થઈ. બંનેએ એકબીજાના ખબરઅંતર પૂછ્યા.
શીલા : મારા પતિ ટાઈપિસ્ટ કમ ક્લાર્ક છે અને તારા પતિ શું કરે છે ?
રીના : એ હસબન્ડ કમ સર્વન્ટ છે.

પત્નીએ પતિ પાસે છાપું માંગ્યું.
પતિ-: અરે કેટલી પાગલ છે તું, ટેકનોલોજી ક્યાં થી કયાં પહોંચી ગઈ અને તું હજુ છાપું માંગે છે ? આ લે મારું ipad.
પત્ની એ iPad લીધું અને વંદા ઉપર માર્યું.
પતિ બેભાન થઈ ગયો.
*મોરલ-:*
પત્ની જે પણ માંગે ચૂપચાપ કોઈ પણ આરગ્યુમેન્ટ વગર આપી દો.
હોશિયારી ઑફિસમાં દેખાડો, ઘરે નહીં.

પત્ની: તમને ખબર છે આ વર્ષે આટલી બધી ઠંડી કેમ છે?
પતિ : ના.. કેમ?
પત્ની: આ મોદી ને અમિત શાહ ના લીધે...
પતિ: એમાં ઠંડી ને અને અમિત શાહ ને શું લેવા દેવા...
પત્ની: એ બંને એ કાશ્મીર ભારતમાં લાવી દીધું ને...
(પતિ ને અત્યારે ગ્લુકોઝ ના બાટલા ચડે છે)

પતિ પત્ની નો જોરદાર ચાલતો ઝઘડો પતિની 1️⃣ જ વાતથી 1️⃣ જ મિનિટ માં સોલ્વ થઈ ગયો ...
પતિ એ કહ્યું કે...
"માન્યું કે તું ખૂબસૂરત છે તો શું ગમે તે બોલીશ?"
(પત્ની શરમાઈ ગઈ અને ઝઘડવાનો પ્રોગ્રામ પૂરો પણ થઈ ગયો...)

ફ્રી માં મળે છે તો મજા કરી લ્યો ...બાકી 1 મહિના પછી આ જ ઠંડી માટે પૈસા આપવા પડશે..

Gujarati Jokes by Dinesh Parmar : 111856942
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now