મનગમતું પામવામાં ઘણું રહી જાય છે
ને આપણે જેના મનગમતા છીએ એ પાછળ રહી જાય છે
શબ્દો નથી મારા આ સપનાના, શું કહું તને
બસ પ્રેમભાવ તણી લાગણી રહી જાય છે
જીવનનો આ પ્રવાહ બસ વહેતો જાય છે...
અને બાળપણ જુવાન થઇને થંભી જાય છે
બની સકે તો ચાલ... છોડી દઈએ આ ઝંઝાળ
ને મન મૂકીને ને મુક્ત બનીને આનંદ કરી લઈએ
સમેટીને બધા આપણા... આપણું બનાવી દઈ બધાને
જો કોઈક રહી ગયું હોય ક્યાય એને પણ સમાવી લઈએ