સંગાથમાં
આયનો જોઈ રહ્યો ભીતર પહોંચી પાથમાં,
આમ તો છે ત્યાં ચિતારો એમની સંગાથમાં,
લાજ આવી આવરણને દૂર કરતાં કે પછી,
જોઈ સામે પૂતળી સાચે લીધી છે બાથમાં?
આ મુંઝારો પણ અજબ છે કેમ સમજાવું તને,
સાંભળ્યું અવકાશમાં એ છે બધુંયે ગાથમાં.
જાણવાની તીવ્ર ઈચ્છા જ્યાં બની ફાંસો અહીં.
વાત છાની રાખવાની એજ કિંમત નાથમાં.
છે ભવોભવનું જ બંધન કેમ છાનું રાખવું..
ત્યાં નિભાવ્યે સાથ કાયમ આપણે છે હાથમાં.©
કાજલ
કિરણ પિયુષ શાહ
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા