" કાચબો "
( ગઝલ )
જોઈ મંજિલ અને દોડતો કાચબો.
જે ગમે ચીજ ના છોડતો કાચબો.
કોઈની લાગણી જો દુભાતી કદી;
પ્રેમથી હાથ બે જોડતો કાચબો.
કે દયા કોઈની ના જરા ખાય એ;
એમ કરતાં ભલા રોકતો કાચબો.
કે ઉણો હું નથી કોઈનાથી ભલા;
ત્રાજવે જાતને તોલતો કાચબો.
વાત એ ના વિચારો કયો કાચબો;
ખાસ Bન્દાસને બોલતા કાચબો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા