જિંદગીનાં સફરમાં એક હમસફર મળ્યો,
જીવનમાં સદા એને એક સંઘર્ષ મળ્યો.
સ્મિત પર એના ઘણી જિંદગી વારી હતી,
એટલે જ તો એની જીતની તૈયારી હતી.
જીવવાની તો એવી એની ખુમારી હતી,
એથી જ આ નઝર એના પર વારી હતી.
કિસ્મતની સદાને એક હાથતાળી હતી,
તોયે એને હિમ્મત કદી યે નાં હારી હતી.
આમ તો હથિયાર અમે પણ નાખી દીધાતા,
છતાં છેક સુધી સાથની પણ તૈયારી હતી.
મોત હોય જો જાત સામે તો લડી લઈએ,
પણ આંસુ એના કેમ કરીને હરી લઈએ.
ફરિયાદ એકે કદી એણે કોઈને કરી જ નથી,
જિંદગી કદી સામે આવીને એને મળી નથી.
નીતિ, મૂલ્યો, પ્રમાણિકતા જાણે વાતો છે,
કર્મનો સિદ્ધાંત જાણે એક ખાલી કહાની છે.
દોસ્તીની એક એવી તો દિલદારી મળી છે,
એના પર તો બસ જિંદગી હારવી પડી છે.
પ્રાપ્તિ
20/1/23