તારો એમ એક ખરતો ગયો.
સાર જિંદગીનો કહેતો ગયો.
કાયમ માટે કઈ જ ટકતું નથી.
એકલા ઉપર આભ નભતું નથી.
ક્યાંય કોઈ એમ અટકતું નથી.
વેદનાને એમ કોઈ વ્હેચતું નથી.
ઉદય તેનો અસ્ત રહેલો છેજ,
ખીલવાનું,ખરવાનું તો હોય છે.
જતા જતા ચમકી જવું બસ,
હોય તેજ,પ્રકાશ આપી જવું.
કોઈ ને આશ જગાવી જવુ,
છો હોય રહી ઈચ્છા અધૂરી.
જેની બને એની આમજ તો,
પુરી એ ઇચ્છા કરતું જ જવું.
"પ્રાપ્તિ"
18/1/23..