મૃત્યુની આગોશમાં આવીને હાશ થઇ ગઈ,
ભલે ને! શ્વાસો બંધ થતાં,હું લાશ થઈ ગઈ.
આખું આયખું તરફડ્યા કર્યું આઝાદી માટે,
જો ! હૃદય બંધ ને ઈચ્છા બધી નાશ થઈ ગઈ.
આપ્યું છળકપટ ! હવે છાંતી કૂટો!શું પડશે ફર્ક?
દંભી આંસુ, રીતરિવાજોથી હુંય ત્રાસ થઈ ગઈ.
જોઈ છે ઘડી વારેઘડી, કેટલી લાગશે વાર હજી ?
આખરી તકલીફ દેતાં, અસ્થીઓ નિરાશ થઇ ગઇ.
ન ટાંગશો મુજ તસ્વીર , ખીંટીને નાહક શીદને ભાર?
જો! હવે , દૂર છતાં યાદોમાં હું તારી પાસ થઈ ગઈ.
✍️ સરગમ
-Priyanka Chauhan