દોર બની કોઈ પતંગની હવે જીવવું છે,
ઉડાન માં જીવનની ભાગીદારી થવું છે.
વાગે છોને થપાટો પવનની લગાતાર તોયે,
સાથે મળીને હસીને હવે તો ઝીરવવું છે.
હસે છે આ તડકો આપણી સામે છતાંયે,
આપણે હસીને હવે આકાશમાં ટકવુ છે.
પતંગ ઉડશે ઊંચે ગગનમાં દોર સાથે,
આપણે સાથે ને સંગાથે બસ ઊડવું છે.
દોર વિના અશક્ય છે ઉડાન એક નભની,
દોર એ નકામી છે પતંગ વિનાની નભમાં.
ચાલને પવનને પછડાત આપીને ફરીને,
એકવાર આપણે ઊંચી ઉડાન ભરી જઈએ.
"પ્રાપ્તિ"
13/1/23.