જો છે તું તો અસ્તિત્વ સાબિત કરી દે,
જિંદગીને વેદના થી સદા મુક્ત કરી દે.
આપ સાબિતી તારા હોવાની આવી તું,
નહિ તો આ હ્રદય ને આશા મુક્ત કરી દે.
જીવે છે એક તારા જ છેલ્લા ભરોસે હવે,
જો નથી તું તો એ આશ થી છુટકારો કરી દે.
બંધનો છુટતા નથી આ જીવને કદી યે,
તું ના હો તો બંધન થી મને મુક્ત કરી દે.
વળીને આવે કર્મો તમારા તમારી પાસે,
જો નથી સારા તો કર્મો થી હવે મુક્ત કરી દે.
છેલ્લો વધ્યો આ વિશ્વાસ છે તારો ઈશ્વર,
કા સાબિત કર કા આશ થી છુટકારો કરી દે.
"પ્રાપ્તિ"
10/1/23....