કહીશ નહી તો પણ મને એ સંભળાઈ જાશે,
તારા ધબકારા મને દિલનો હાલ આવીને કહી દે છે.
હજી ય રાતે જગાડી દે છે મને એ રેશમી સ્પર્શ.
જાણે તારો દુપટ્ટો હજી મારા ગાલને સ્પર્શી લે છે.
સવારના ઠંડીનો તડકો અને એમાંય તારો ચહેરો.
જાણે આરસની મૂર્તિનો કેસરજળથી અભિષેક કરેલ છે.
મને કશું ના કહીને પણ બધું સમજાવી લેવું.
મારી સામે ફક્ત જોઈને તું મને પોતાનો બનાવી લે છે.
એક એક પળ યાદ છે જેમા તારું સાથે હોવુ.
અત્યારે દૂર ભલે હોઉં તારી સાથે મને જોડી દે છે.
-તેજસ