રમત એવી તો રમ્યા એ લાગણી સંગે,
જાણે પાનખરે લીલું પાન ખરી ગયું.
મારાં મધુરા સ્વપ્નોની છબી તોડી કાચ સમ,
જાણે શ્વાસો બચાવી કોઈ મરી ગયું.
વૈદ્યો પણ શોધે છે દવા એ પીડાની,
જે દર્દ તન મૂકી, મન મહીં સરી ગયું.
વિશ્વાસની તસ્વીર એવી તો રચાવી,
ઉજાસ બતાવી, અંધકારમાં ગરી ગયું.
ગોરંભાયેલા મન સાથે જીવે છે એ હવે,
ભીની આંખોમાં જ્યારથી કોરપ ભરી ગયું.
✍️ સરગમ
-Priyanka Chauhan