પ્રતીક્ષા મારે કરવી ક્યાં સુધી ? જણાવી દે,
મિલનનું કોઈ મુહૂર્ત મળે તો , જણાવી દે.
આ ઊંબરો ઊભો બારસાખનો સહારો લઈ,
સ્નેહ સહરામાં ભટકવું ક્યાં સુધી? જણાવી દે.
તારી યાદો આવે,ફરીથી મને એ ક્ષણો જીવાડે,
તુજ વિયોગની ફરીયાદો કરવી કોને? જણાવી દે.
સ્મિત શણગાર સજી , ખુશીઓનો દંભ કરું,
મહેલે વસી, વનવાસ વેઠુ ક્યાં સુધી? જણાવી દે.
દિવસોમાં રાતો, રાતોમાં દિવસો ઉમેરાતાં રહે,
પ્રીતની પળોની પ્રતીક્ષા કરું ક્યાં સુધી? જણાવી દે.
✍️ સરગમ
-Priyanka Chauhan