નવું વર્ષ નવો સંકલ્પ
નવ વિચાર નવ કલ્પના
નવા જીવનની નવસંકલ્પના
સંગે નવી આશાઓને સાથ
નવી ઉમંગો નો ઉજાસ
પાથરવા જીવનમાં
નવ ચેતના જગાવવા
કરવો રહ્યો નવ ઉત્કર્ષ જીવનમાં ભરવા
નવોર્મિઓનો સાગર ઘૂઘવે
હૃદયની સંકિર્ણતાને
ઉદારતાના અમૃત કુંભે
ઠાલવવા અવસર આ અણમોલ.
નવ વર્ષ તણી શુભકામના કરીએ.
✍️...© drdhbhatt...