*નવા વર્ષના કિરણોને આથમતા વર્ષની શુભેચ્છા:*
_____________________________________
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
અનુભવના પાનાને ફાડી,
ફરી એક વર્ષ જીદગીની કિતાબમાં મઢી લીધુ.
પ્રભાતના કિરણોને વીણી,
આથમતી સંધ્યાના આસમાનને ગુંથી લીધુ.
કંટકોની વચ્ચે પણ હસતા ગુલાબને,
મે હોઠોની મુસ્કાનમાં ભરી લીધુ.
ભૂતકાળની ભુલોની સાવરણી કાઢી,
હૈયાના આંગણાને સજજ કરી લીધુ.
વિદાય અને આગમન વચ્ચે ફકત એક પળની દૂરી છે,
છલાંગ મારીને નવા વર્ષને વધાવી લીધુ.
*સદા શુભ થાવ તમારા જીવનમાં*
*એવું વર્ષ મે માંગી લીધુ.*
*- જયવંત બગડીયા / કવિરાજ*