વર્ષ આ એમ જ વઇ ગયું,
પાણીના રેલા ની જેમ વહી ગયું.
કાનમાં કંઈક એ કહી ગયું.
આપ્યું ઘણું ને,એથી વધુ લઈ ગયું.
જિન્દગીમાં વર્ષ ઉમેરી ગયું,
આ વર્ષ તો એમાં જિંદગી ઉમેરી ગયું.
યાદોથી દિવસો ભરી ગયું,
વળી આ વર્ષ યાદ બની રહી ગયું.
થશે એક શરૂઆત નવી કાલની,
અંતે જીવન એમ જ રહી ગયું.
"પ્રાપ્તિ"
31/12/2022
BYE BYE 2022