Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" તો આવે મજા "
( ગઝલ )

જિંદગીભર આપશો જો સાથ તો આવે મજા.
રાખશો પકડી અમારો હાથ તો આવે મજા.

યાદગીરી રૂપ બનતી જાય ઘટના એ સરસ;
છે મિલનની એ મજા હો રાત તો આવે મજા.

આપલે ની ભેટ ધરવી છે અમારે રોજ બસ;
આપતા ચુંબન બને સોગાત તો આવે મજા.

એ મને પોકારતા મારી પહેલા તો ભલા;
દોડતા દરિયા ઉછળતા સાત તો આવે મજા.

પાંખ ફફડાવી ઉડી જાતા ઉપર આકાશમાં;
કોઈ પૂછે આપણી ઓકાત તો આવે મજા.

કે ખબર સૌને પડે Bન્દાસ બનતા આવજો;
ના કદી પામે ભલા આઘાત તો આવે મજા.

©✍️ "Bન્દાસ"
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ રમલ = ગા લ ગા ગા × ૦૩ + ગા લ ગા

Gujarati Poem by Rakesh Solanki : 111851955
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now