હરિનામ નો આનંદ લેવા હાલો ને હિંગરીયા ગામ.
ભજશું હરિસાહેબના સાનિધ્યમાં સિતારામ નું નામ.
ભક્તોની ભક્તિ અને જોવો ભેખનો શક્તિ ધામ.
હાલો ને હંસલા હરિ નામ મોતી ચરવા હિંગરીયા ગામ.
કચ્છ અબડાસા નું પાવન ભૂમિ નું છે પાવન ધામ.
સિધ્ધ સંતો મહંતો અને ગુરુજનો નો શિતલ ધામ.
કહે નર હાલો ને એકવાર હરિસાહેબના હિંગરીયા ધામ.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા