" જિંદગી ક્યાં છે "
( ગઝલ )
એક જેવા સૌ મળે પણ માનવી ક્યાં છે?
શ્વાસ તો લે છે બધા પણ જિંદગી ક્યાં છે?
એટલે તો સાંભળે ના કોઈનું ઈશ્વર;
હોઠ તો ફફડે બધાના બંદગી ક્યાં છે?
ભૂલતા લોકો બધા તો વસ્તુ પાયાની;
રોજ ફેશન હો નવી ત્યાં સાદગી ક્યાં છે?
"આજ પણ બોલો હવા સૌને મફત મળતી;
એટલી પણ મોંઘવારી કારમી ક્યાં છે"?
એક જેવી જિંદગી તો ક્યાંય ના મળતી;
ક્યાંય પૈસા સામુ જીવન વાજબી ક્યાં છે?
રોજ એ Bન્દાસ ઠપકો આપતી આજે;
લાગણી બદલાઈ ના કે મા નવી ક્યાં છે.
©✍️ "Bન્દાસ"
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ/બંધારણ : ગા લ ગા ગા × ૦૩ + ગા