કલ્પના જો સદાયને મને ફળી હોત,
તો જિંદગી પણ અમને મળી હોત.
શમણાઓની એક લીલી કયારી હોત,
જો લાગણી અમને પણ ફળી હોત.
સંઘર્ષ જ મળ્યા સદાયને આ જીવનમાં,
બાકી જિંદગી સાથે અમારી યારી હોત.
સુખ ની કલ્પનાએ જ દોડાવ્યા સદાએ,
બાકી વાસ્તવિકતા ને તો સ્વીકારી હોત.
ભટકતાં રહ્યા સદા કલ્પનાઓના વનમાં,
કાશ એક વાસ્તવિક્તા જો સ્વીકારી હોત.
કલ્પનાઓ ના ફળે કદી એમ જ રીત છે,
આ વાત ને જો પેલા અમે વિચારી હોત.
"પ્રાપ્તિ"
28/12/22.