નાશા દ્વારા "ચંદ્રમિશન " માટે પસંદ થવા બદલ આરાધ્યા આખા દેશની દીકરી બની ગઇ હતી, ને કેમ ન હોઇ, વિશ્વમાં એણે દેશનું નામ જો રોશન કર્યું હતુ.આટલી ઉપલબ્ધિ મેળવવા બદલ આજે એના ગામમાં પણ એનો સન્માન સમારંભ હતો.
સ્ટેજ પર કંકુકાકી, હાલનાં સરપંચે હાર પેહરાવી, ભેટ આપી સન્માન કર્યું. કાકી ભાષણમાં આરાધ્યાનાં વખાણ કરીએ જતા હતા....એમની વાતો સાંભળી આરાધ્યાની મા ને કાકીના સુવાવડ વખતે કહેલા શબ્દો યાદ આવ્યા, " અલી... જશુ ! જણ્યો જણ્યો ને આ પાણો જ... જણ્યો!!!??"
જશુમા વિચારવા લાગ્યા, ભલે પાણો જણ્યો પણ છે તો જાદુઈ..! "
✍️ સરગમ
-Priyanka Chauhan