*લાડલો* ૨૭-૧૨-૨૦૨૨
પ્રેમ ની અભિવ્યક્તિ કેમ કરું
શબ્દ તણાં શણગાર
લખતાં આવડે છે
બોલવાનું ઓછું ફાવે છે
નથી બોલાતું
એટલે જ લાડલા
ભાવના વ્યક્ત નથી કરી
બાકી તો પ્રેમ તને
ઘણોજ કરું છું.
મનમાં સુજે તે શબ્દ લખું છું
તારી બાળપણની વાત લખું
કે પછી લાડલા દિકરા
તને માર્યો હતો એ વેદના લખું
જે પણ લખું દિલથી લખું છું
આ કળિયુગમાં તું શ્રવણ છે
તારાં વખાણ કરવા કાચી છું
પણ લખું લાગણીઓ
સવારે ને રાત્રે પણ લખું
તારી અને મારી બંનેની વાત લખું
પ્રેમ શબ્દ સમજાણો તારાં થકી
લાડલા જ્યારથી તું જન્મ્યો
ત્યારથી અનહદ ચાહ્યો તને
નિસ્વાર્થ પ્રેમની ચાહત છે મારી
તું ખુશ રહે એ જ ચાહત છે અમારી
કદી નાં ભુલી છું બેટા તને
કદી નાં ભૂલીશ દિકરા જીનલ તને
તારાં અને મારાં પ્રેમની વાત
મા દિકરાના પ્રેમની વાત
લાડલા તું અણમોલ રતન છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖