સુકુન એક ખોવાયું છે,
દિલ એમાં દોરવાયું છે.
રંગીન આ દુનિયામાં,
સૂકુન બસ ધોવાયું છે.
આશા,ઈચ્છા,આકાંક્ષામાં,
આ દિલથી પછી રોવાયું છે.
હું પણ ભાગુ ને દોડું છું,
જીવનની ભરમાળ માં
આ સુકુન ક્યાંક ખોવાયું છે.
મળે જો બે ઘડી તો શોધું,
સુકુન જેવું ક્યાંક જોવાયું છે.
એક જણ મળે,હાથ એનો મળે,
ને જીવન જાણે એની સાથે ફળે.
ચાલને જઈએ તું અને હું દૂર દૂર,
જીવન બસ આમજ ખોરવાયું છે.
"પ્રાપ્તિ"
27/12/22.